ગુજરાતી સ્ટાર પ્રતીક ગાંધીની ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર સુપર ક્રાઇમ થ્રિલર સીરિઝ છે. જે તમે હોટસ્ટાર પર જોઇને તમારા દિવસને ખાસ બનાવી શકો છો. આ સીરિઝ દ્વારા અજય દેવગણે ઓટીટીની દુનિયામાં નિર્માતા તરીકે એન્ટ્રી કરી છે. આ સીરિઝના રિવ્યૂ સારા છે
સિવિલ સર્વન્ટની બે સિઝન રિલીઝ થઇ ગઇ છે. આ સિરીઝ પણ ક્રાઇમ થ્રિલર જોવાના રસિકોએ ચોક્કસથી જોવી જોઇએ
શૈતાન હોટસ્ટારની ટોપ ક્રાઇમ વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝમાં એક્ટર ઋષિ, શૈલી, રવિ કાલે સહિત દેવયાની અને ઝાફર સાદિક છે
ફિલ્મ ધ બિગ બુલ ની વાર્તા હર્ષદ મહેતા અને તેણે કરેલા ગોટાળા પર આધારિત છે. અમીર બનવાની લાલસામાં ઘણાં લોકો ખોટો રસ્તો પણ પસંદ કરી છે. ગોરખધંધા કરતાં કેટલાક લોકો ઝડપાઈ જાય છે તો કેટલાક બચી જાય છે. હર્ષદ મહેતાની વાર્તા પણ આવી જ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ મુવી તમે હોટસ્ટાર પર જોઇ શકો છો
બહુપ્રતિક્ષીત વેબ સિરીઝ ધ કેરળ ક્રાઇમ ફાઇલ્સ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે. આ સિરીઝમાં અજ્જૂ અને લાલ સાથે નવાસ વલ્લીકન્નૂ જેવા એકટર લીડ રોલમાં નજર આવે છે
પંકજ ત્રિપાઠી અને વિક્રાંત મેસી સ્ટારર ક્રિમિનલ જસ્ટીસ વેબ સિરીઝની કહાની ડોમેસ્ટીક વાયલન્સ પર આધારિત છે. આ વેબ સિરિઝ તમારે અવશ્ય જોવી જોઇએ. ક્રિમિનલ જસ્ટીસ તમે ડિઝની હોટસ્ટાર પર જોઇ શકો છો
આ વેબ સિરીઝ પૂર્વ દિલ્હીના બુરારી ખાતેના ચંદાવત પરિવારના 11 સભ્યોના કમનસીબ મૃત્યુની ઘટનાઓ પર બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝમાં તમન્ના ભાટિયા , અભિષેક બેનર્જી શિવિન નારંગ, રાહુલ બગ્ગા, ક્રિતી અને પ્રતીક સહજપાલ સહિતના કલાકારોએ કામ કર્યું છે. રોબી ગ્રેવાલ દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ તમે હોટસ્ટાર પર જોઇ શક્શો