પાકિસ્તાની એક્ટરે રણવીર સિંહની જેમ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, મચ્યો બબાલ

Dec 14, 2022

Ajay Saroya

ભારતમાં એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો વિવાદ હજી શમ્યો નથી ત્યારે પાકિસ્તાનમાં પણ એક મોડલે ન્યૂડ ફોટોશૂટ કરાવતા મચ્યો બબાલ

પાકિસ્તાનના મોડલ અને એક્ટર એમલ ખાને ન્યૂટ ફોટોશૂટ કરાવતા થયો વિવાદ

એમલ ખાનના ન્યૂડ ફોટોઝ જોઇને પાકિસ્તાનની જનતા ગુસ્સે ભરાઇ

જો કે આવા ન્યૂડ ફોટોશૂટથી એમલ ખાનના ચાહકો બહુ જ નિરાશ થયા છે

ફોટોમાં સ્લીક બ્લેક હેરસ્ટાઇલ, ફેસ પર ઇન્ટેસ લૂક એમલ ખાનને અત્યંત ડેશિંગ લૂક આપે છે

આ ન્યૂડ ફોટોશૂટમાં એમલ ખાન બહુ જ હેન્ડસમ દેખાઇ રહ્યો છે. બોલીવુડમાં તેના આ ફોટોઝની પ્રશંસા થઇ રહી છે

તો પાકિસ્તાની જનતા પણ એક્ટરની આવી હરકતથી બહુ ગુ્સ્સે ભરાઇ છે, ચારેય બાજુથી ફિટકાર વરસાવી રહી છે

ન્યૂડ ફોટોથી લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને એક્ટરને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો

એક યુઝર્સે એમલ ખાન પર નિશાન ટાંકતા કમેન્ટમાં લખ્યુ કે- ‘ધિક્કાર છે તને,  દેશ એટલો ગરીબ નથી થયો કે પહેરવાના કપડાં ન મળે’

All photo source: aimalkhanofficial instagram