પંચાયતની પહેલી સીઝન 3 એપ્રિલ 2020 માં રિલીઝ થઇ હતી. પંચાયત સિરીઝમાં બતાવેલ ગામડાનું રિયાલિસ્ટિક ક્લચર અને કોમેડી એટલી અદભુત છે તેની ચર્ચા લાંબા સમય સુધી રહી હતી.
પંચાયતની 2 સીઝન પછી ચાહકો સીઝન 3 ની આતુરતાથી રાહ જોતા હતા જે 28 મે, 2024 એ રિલીઝ થઇ છે. કાસ્ટમાં નીના ગુપ્તા, અભિષેક ત્રિપાઠી (જીતેન્દ્ર કુમાર) અને રિંકી ઉર્ફે સાંવિકા છે
પરંતુ શું તમે પંચાયતની ત્રણેય સીઝનમાં રિંકીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વિષે જાણો છો ? અહીં જાણો
પંચાયત ફ્રેન્ચાઈઝીમાંથી પ્રધાન જી અને મંજુ દેવીની પુત્રી રિંકી ત્રીજી સીઝનના પ્રીમિયર પછી ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
જિતેન્દ્ર કુમારના પાત્ર સાથેની તેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ ચાહકોને મોહિત કર્યા છે અને વ્યાપક ચર્ચા જગાવી છે.
સાંવિકા મધ્યપ્રદેશના જબલપુરની છે અને તેણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે પરંતુ તે નિશ્ચિત હતી કે તે 9-થી-5 જોબ કરવા માંગતી નથી.
એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે તેના માતા-પિતાને સમજાવ્યા કે તે નોકરી માટે બેંગ્લોર જઈ રહી છે. વાસ્તવમાં, તે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી.
પંચાયત પછી , તેણે રવિ દુબે-સ્ટારર લખન લીલા ભાર્ગવ , હજામત સહિતના OTT શોનો ભાગ બની છે અને પંચાયત 3 માં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.