જાણો કેવી રીતે પંચાયત 3 ઘરે બેઠાં ફ્રીમાં ક્યાં જોઇ શક્શો. જિતેન્દ્ર કુમાર ‘પંચાયત 3’માં સેક્રેટરીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે નીના ગુપ્તા ફરી એકવાર ગામની મુખ્યાની ભૂમિકા નિભાવશે. ઘુબીર યાદવ તેના પતિની ભૂમિકામાં છે

May 15, 2024, 11:57 AM

ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. તેઓ જે ક્ષણની વાટ જોય રહ્યા તે આવી ગઇ છે. આજે 15 મેએ પંચાયત 3 સિરીઝનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે

This browser does not support the video element.

પંચાયત 3 ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ ઓફિસ પાસે આવે છે અને પ્રધાનજીને ફોન કરીને કહે છે કે, હું નવો સચિવ. આ પછી પ્રધાનજી ફોન કાપી નાંખે છે. ત્યારે રિંકી કહેતી સંભળાય છે કે, સચિવજી તમારૂં ટ્રાન્સફર કેન્સલ થઇ ગયું છે

તમને એવો સવાલ થઇ રહ્યો હશે કે જો પંચાયત 3 એમેઝોન પર રિલીઝ થઇ રહી છે તો ફ્રીમાં કેવી રીતે જોઇ શકીશું? તો એવું બિલકુલ નથી કે માત્ર પ્રાઇમ વિડિયો સબ્સ્ક્રાઇબર્સ જ આ સિરીઝની મજા માણી શક્શે

ભલે આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર આવી રહી હોય, પરંતુ અન્ય લોકો પણ તેને સરળતાથી ફ્રીમાં જોઈ શકશે. ખરેખર તો રિલાયન્સ જિયો અને એરટેલ સિમ ધરાવતા ગ્રાહકો પણ સરળતાથી આ સિરીઝને ફ્રીમાં જોઈ શકે છે

આ બંને સિમમાં આવા ઘણા પ્લાન આવી રહ્યા છે, જેમાં પ્રાઇમ વિડીયો સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. આ પ્લાન્સ લીધા પછી, તમારે પ્રાઇમનું અલગ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી

આ સબસ્ક્રીપ્શન લીધા પછી, તમે સરળતાથી ‘પંચાયત 3’નો આનંદ માણી શકો છો. આ વખતે પંચાયતની 3 સીઝન એકદમ અલગ રહેવાની છે

વેબ સિરીઝના રસિયાઓનું આ સીઝન ફૂલ એન્ટરટેઇનમેન્ટ કરશે