શાહરૂખ ખાન, જોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ આગામી 25 જાન્યુઆરીના સિનેમાધરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઇને વિદેશમાં લોકોમાં ભારે ઉત્સાહ છે. એડવાન્સ બુકિંગ મામલે પઠાણે સાઉથ સૂપરહિટ ફિલ્મ KGFનો રેકોર્ડ તોડ્યો છે.

Jan 16, 2023

Mansi Bhuva

આવો જાણીએ વિદેશમાં બંપર કમાણી કરનાર શાહરૂખ ખાનની ટોપ 9 ફિલ્મોના નામ.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ 2013 રિલીઝ થઇ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ કુલ 423 કરોડ રૂપિયાનું કલેક્શન હતું.

Chennai Express

વર્ષ 2014માં આવેલી શાહરૂખ ખાનની હેપ્પી ન્યૂ યરએ દુનિયાભરમાં 408 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Happy New Year

શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત ફિલ્મ દિલવાલે વર્ષ 2015માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે અંદાજે 400 કરોડનો વેપાર કરી લીધો હતો. આ ફિલ્મમાં શાહરૂખ-કાજોલ સિવાય વરૂણ ધવન અને ક્રિતિ સેનન પણ મહત્વની ભૂમિકામાં હતા.

Dilwale

ડોન 2 વર્ષ 2011માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, 280 કરોડની કમાણી કરી હતી.

Don 2

ઝીરો ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે 191.44 કરોડનો વેપાર કર્યો હતો.

Zero

શાહરૂખ અને કાજોલ સ્ટારર ફિલ્મ માય નેમ ઈઝ ખાન (2010)  285 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો.

My Name Is Khan

શાહરૂખ ખાન અને કૈટરીના કૈફની આ ફિલ્મ વર્ષ 2012માં જોવા મળી હતી. આ ફિલ્મે પણ લગભગ 211 કરોડ રૂપિયાનો સુધીનો વેપાર કર્યો હતો.

Jab Tak Hai Jaan