શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'માં સેન્સર બોર્ડ દ્વારા 12 કટ્સ લગાવવામાં આવ્યાં છે.

Jan 10, 2023

Mansi Bhuva

પઠાણનું 'બેશરમ' ગીતમાં નિતંબવાળા ક્લોઝ અપ શોર્ટસ તેમજ લિરિક્સ દરમિયાન સેંસુઅસ ડાંસ મૂવઝ પર કાપ મૂકાયો છે. આ સાથે ગોલ્ડન બિકિની સાઇડ પોઝને હટાવવા માટે પણ આદેશ કરાયો હતો.

સેંસર બોર્ડ દ્વારા ફિલ્મ 'પઠાણ' માં કર્નલ લૂથરાવાળા સંવાદમાં ઉપયોગ કરનાર શબ્દ 'રો'ને સ્થાને અમારું કરવા કહ્યું હતું.

સેંસર બોર્ડ દ્વારા શબ્દ લંગડે લૂલે પર પણ આપતિ વ્યક્ત કરાઇ હતી. આ શબ્દના સ્થાને સેંસર બોર્ડે ટૂટે-ફૂટે શબ્દનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતુ.

ફિલ્મમાં ઘણી જગ્યાએ PMO અને PMનો ઉપયોગ થયો છે. જેને બદલીને પ્રેસિડેન્ટ કે મિનિસ્ટરનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.

'પઠાણ'ના એક સંવાદમાં મિસેજ 'ભારતમાતા' ઉચ્ચારવામાં આવ્યું છે. જેને સેંસેર બોર્ડે હમારી માતા કરવા માટે જણાવ્યું છે.

'પઠાણ'માં પૂર્વ કેજીબીને બદલીને પૂર્વ એસબીયૂ કરવાની સલાહ આપી છે.

ફિલ્મ પઠાણમાં એક સીનમાં સબ ટાઇટલ્સમાં બ્લેક પ્રિજન રૂચ લખેલું છે. જેના સ્થાને બ્લેક પ્રિજન કરવાનો સેંસર બોર્ડે આદેશ આપ્યો છે.

પઠાણમાં એક સંવાદ છે કે, ઇસસે સસ્તી સ્કોચ નહીં મિલી...આ સંવાદમાં સ્કોચના સ્થાને ડ્રિંક શબ્દ વાપરવા સેંસર બોર્ડે કહ્યું છે.

સેંસર બોર્ડે ફિલ્મ 'પઠાણ'ના ટાઇટલ અને ક્રેડિટને અંગ્રેજી સાથે હિંદીમાં પણ આપવાની સલાહ આપી છે.

આપને જણાવી દઇએકે આજે 10 જાનયુઆરીના રોજ પઠાણનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શાહરૂખ સહિત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ દમદાર લુક અને ફૂલ એક્શનમાં જોવા મળી રહ્યા છે.