પઠાણના રિલીઝને લઇને ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના માલિકોને બજરંગદળની ધમકી

Jan 19, 2023

Mansi Bhuva

પઠાણ આગમી 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ વચ્ચે ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના માલિકોને બજરંગદળનો  ભય સતાવી રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે, પઠાણનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકમુખે એ પણ ચર્ચા થઇ રહી હતી કે, શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચે બધુ બરાબર નથી. બીજી તરફ પઠાણના ટ્રેલરમાં જોનને બહુ ઓછી વાર માટે દેખાડવામાં આવ્યો છે.

ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી એટલે કે રિલીઝના પાંચ દિવસ પહેલા શરૂ થશે.

ગુજરાતમાં થિયેટરોના માલિકને ફિલ્મ પઠાણની સ્ક્રિનિંગ ના કરવા માટે થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે સ્થિત આલ્ફા વન મોલમાં તોડફોડ કરી ધમકી આપી હતી.

બજરંગ દળની ધમકી આપવાને પગલે મલ્ટીપ્લેક્સના માલિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મદદ કરવા માટે અપીલ કરી છે.

મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે એક અરજી આપીને કહ્યું છે કે ફિલ્મ 'પઠાણ'ની રિલીઝને લઈને અનેક સંગઠનો દ્વારા તેમને થિયેટર પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જેના કારણે તે હવે સુરક્ષાની માંગ કરી રહ્યો છે.