શાહરૂખ ખાન (Shahrukh Khan), જોન અબ્રાહમ  તથા દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ કરી દેવાયું હતું.

Jan 15, 2023

Mansi Bhuva

શાહરૂખ ખાનનો દુબઇમાં અલગ ક્રેઝ જોવા મળે છે. લોકો શાહરૂખ ખાન પાછળ દીવાના છે. આપને જણાવી દઇએ કે શાહરૂખ ખાન દુબઇનો બ્રાન્ડ એમ્બેડર છે.

ગઇકાલે રાત્રે વિશ્વની સૌથી ઇમારત બુર્ઝ ખલીફા 'પઠાણ'ના ટ્રેલરના રંગે રંગાયું હતું. જેના વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યા છે. 

આપને જણાવી દઇએ કે આ ખાસ પ્રસંગ પર શાહરૂખ ખાન હાજર રહ્યો હતો. 

યશરાજ ફિલ્મ્સે દુબઇમાં આયોજીત આ ઇવેન્ટને લગતી કેટલીક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શાહરૂખની એન્ટ્રી થતાં ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શાહરૂખ માટે તેના ફેન્સની દિવાનગી જોવાલાયક હતી.

આપને જણાવી દઇએ કે, પઠાણનું ટ્લેર રિલીઝ થયા લોકમુખે એવી ચ્રચા હતી કે, જોન અબ્રાહમ અને શાહરૂખ ખાન બધુ બરારબર નથી. 

પઠાણના ટ્ર્રેલરમાં પણ જોનને ખુબ જ ઓછી વાર માટે દેખાડવામાં આવ્યો છે. જેને પગલે આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.

જોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. જોને પોતાની પોસ્ટમાં લખ્યું કે, "હું પઠાણ વિશે દિલ ખોલીને વાત કરવા માંગું છું, પરંતુ આવો 25 જાન્યુઆરી સુધી ઇંતજાર કરીએ. બિગ સ્ક્રીન એન્ટરટેનર જોવા માટે તૈયાર થઇ જાઓ. ફરી એકવાર પઠણના ટ્રેલરને પુષ્કળ પ્રેમ આપવા માટે આભાર".

જોન અબ્રાહમની આ પોસ્ટ શાહરૂખ ખાન સાથેના તેના મતભેદને પુરવાર કરે છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ 'પઠાણ'ના ટ્રેલરથી અપસેટ છે.