Poonam Pandey : પૂનમ પાંડેનું 32 વર્ષે સર્વાઇકલ કેન્સરને કારણે નિધન, એક્ટ્રેસે 'નશા' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું
બોલિવૂડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)નું સર્વાઇકલ કેન્સર (cervical cancer) ને કારણે શુક્રવારે અવસાન થયું છે.
નિધનના આ દુઃખદ સમાચાર મેનેજર દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યા છે.
પૂનમ પાંડેનું 2 ફેબ્રુઆરીએ 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરને કારણે અવસાન થયું હતું.
પૂનમ પાંડે (Poonam Pandey) 2013માં આવેલી ફિલ્મ 'નશા'થી અભિનયની શરૂઆત કરી હતી. તે છેલ્લે રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી હતી.
પૂનમ પાંડે એક વર્સેટાઈલ એકટ્રેસ છે, જે માત્ર મનોરંજન ઉદ્યોગમાં તેના કામ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની વાઇબ્રેન્ટ પ્રેઝેન્સ માટે પણ જાણીતી છે.
એક મોડેલ અને અભિનેત્રી તરીકેની તેની જર્નીએ દર્શકોને મોહિત કર્યા, તેની પ્રતિભા અને કરિશ્મા સ્ક્રીન પર દર્શાવી. તેના આ પ્રયાસોએ ઘણા લોકોના હૃદય પર અમીટ છાપ છોડી દીધી છે.
પાંડેએ તેના અર્ધ-નગ્ન ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર સહિત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા લોકપ્રિય બની હતી. તેના ફોટોઝએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે
એક્ટ્રેસે રેડ આઉટફિટમાં ગોલ્ડન કલરની જવેલરી પસંદ કરી છે, જેમાં હાથમાં બેન્ગલ્સ, રિંગ, રાઉન્ડ શેપમાં ઈયરિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.