Preity Zinta : પ્રીતિ ઝિન્ટાનો 48 મો બર્થડે,અહીં જાણો તેની કેટલીક જાણી અજાણી વાતો
પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975 થયો હતો. તે એક ઇન્ડિયન આંત્રપ્રિન્યોર અને ભૂતપૂર્વ અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.
તેણે ક્રિમિનલ સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે. ઝિન્ટાએ 1998 માં ફિલ્મથી ''દિલ સે''.. માં તેની એકટિંગની શરૂઆત કરી હતી.
ત્યારબાદ અભિનેત્રીએ ફિલ્મ ''સોલ્જર'' માં ભૂમિકા ભજવી હતી. આ અભિનયથી તેને શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટેનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો
ચોરી ચોરી ચુપકે ચુપકે (2001), દિલ ચાહતા હૈ (2001), દિલ હૈ તુમ્હારા (2002), અને અરમાન (2003) માં ક્રિટીકલી વખાણાયેલી ભૂમિકાઓ બાદ , ઝિંટાને ''કલ હો ના હો'' માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
તે પ્રોડક્શન કંપની PZNZ મીડિયાની સ્થાપક છે, જે 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ પંજાબ કિંગ્સની સહ-માલિક છે.
પ્રીતિ ઝિન્ટાએ યુએસના જીન ગુડનફ સાથે લગ્ન કર્યા છે. અને તેઓ ત્યારથી લોસ એન્જલસમાં રહે છે. આ કપલે 29 ફેબ્રુઆરી 2016ના રોજ લોસ એન્જલસમાં લગ્ન કર્યા હતા.
પ્રીતિ ઝિન્ટા અને જીન ગુડનફના લગ્ન 2016માં લોસ એન્જલસમાં લગ્ન કર્યા બાદ વર્ષ 2021 માં આ બંને જોડિયા બાળકો ગિયા અને જયના માતા-પિતા બન્યા હતા.
તેરી બાતો મે એસા ઉલજા જીયા ફિલ્મમાં કૃતિ સેનન અને શાહિદ કપૂરની કેમેસ્ટ્રી ગજબની છે