ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા બાદ દંપતીએ 2 ડિસેમ્બરના રોજ હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા. આ પ્રસંગે પીસીએ પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીનો લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. સબ્યસાચીએ આ લહેંગા વિશે જણાવ્યું હતું કે, તેને બનાવવા માટે કોલકાતાના 110 કારીગરોએ કામ કર્યું હતું. એટલું જ નહીં આ લહેંગાને બનાવવામાં 3,720 કલાકનો સમય લાગ્યો હતો.