પ્રિયંકા ચોપરાએ પુત્રી માલતી મૈરીને લઇને મોટો ખુલાસો કર્યો છે. 

Jan 22, 2023

Mansi Bhuva

પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી સાથે જીવનની સુંદર ક્ષણો માણી રહી છે, પરંતુ તેની દીકરીનો જન્મ એટલો સરળ ન હતો.

એક્ટ્રેસે હવે જણાવ્યું હતુ કે તેણે સરોગસીનો રસ્તો શા માટે અપનાવ્યો હતો અને જન્મ સમયે દીકરીને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

માલતી મેરી સમય પહેલા આ દુનિયામાં આવી ગઈ હતી. તેને વિશ્વાસ ન હતો કે તેની દીકરી બચી જશે.

માલતી મેરીનો જન્મ થયો ત્યારે પ્રિયંકા ઓપરેશન થિયેટરમાં હાજર હતી. તે યાદ કરતા કહે છે, 'તે જ્યારે આ દુનિયામાં આવી ત્યારે હું ઓપરેશન રૂમમાં હતી. તે કદમાં એક હાથ કરતા પણ નાની હતી.

પ્રિયંકા ચોપરાએ સરોગસીનો રસ્તો કેમ પસંદ કર્યો? : પ્રિયંકાએ જણાવ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતી, જેના કારણે તે સામાન્ય રીતે માતા બની શકતી ન હતી

પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ થયો હતો. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તે લોકોની નજરમાં આવી હતી.

આજે પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. તેણે તેનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ અમેરિકામાં પોપ્યુલર સિંગર છે.