પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં બ્રિટિશ વોગ સાથે તેની પુત્રી, માતૃત્વ સંલગ્ન વાત કરી હતી. (Photo: Priyanka Chopra/Instagram)

Jan 21, 2023

Mansi Bhuva

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, મુશ્કેલીના સમયમાં તેના પતિએ હિંમત આપી છે. (Photo: Priyanka Chopra/Instagram)

પ્રિયંકા ચોપરાએ એ પણ વાત કરી હતી કે, જ્યારે સરોગેસીથી માં બનવાનો નિર્ણય કર્યો તો અનેક પ્રકારની વાતો થઇ. પરંતુ નિકે જોનાસે હંમેશા તેનો સાથે આપ્યો હતો. (Photo: Priyanka Chopra/Instagram)

વધુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, તેને ભલે તેનાથી 10 વર્ષ નાના નિક સાથે લગ્ન કર્યા, પણ તેઓ ખુબ મેચ્યોર છે.  (Photo: Priyanka Chopra/Instagram)

આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તાજેતરમાં તેની પુત્રી માલતી મેરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો છે.   (Photo: Priyanka Chopra/Instagram)

પ્રિયંકા ચોપરાએ સરોગેસી દ્વારા માં બનવા પર તેને ટ્રોલ કરનારાઓેને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, તેની નિજતાનું સમ્માન કરવું અને તેની પુત્રીને આ મામલાથી દૂર રાખવી.  (Photo: Priyanka Chopra/Instagram)

પ્રિંયકાએ વધુમાં કહ્યું કે, જ્યારે કોઇ તેની પુત્રીના નામ આડે ટ્રોલ કરે છે, તો ખુબ પીડા થાય છે. ટ્રોલ કરવાવાળાએ સમજવું જોઇએ કે આ મામલો માત્ર તેનાથી જ પણ નન્હી જાન સાથે પણ જોડાયેલો છે.

આ સાથે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકાએ જણાવ્યું કે, તેની મેડિકલ કંડીશન ખરાબ હોવાને પગલે સરોગેસીથી માં બનવાનો નિર્ણય કર્યો હતો.

પ્રિયંકાએ એ પણ કહ્યું કે, સરોગેસીનો નિર્ણય સમયની માંગ હતો.