પ્રિયંકા ચાપરાએ પહેર્યો સૌથી મોંઘો અને યૂનિક સરપેન્ટી નેકપીસ, 2800 કલાકમાં બન્યો

May 23, 2024, 11:02 AM

હાલમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જ્યાં સેલિબ્રિટીઓ એકથી એક લૂકમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી પાડી રહી છે

આ વચ્ચે પ્રિયંકા ચોપરાએ પોતાના શાનદાર લૂકથી સૌકોઇનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. તાજેતરમાં તેણે જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની 140મી એનિવર્સરી સેરેમનીમાં ભાગ લીધો હતો

આ પ્રસંગ માટે તે રોમ ખાતે પહોંચી હતી. જ્યાં એટેર્ના સર્પેન્ટી નેકલેસ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા પહેલાથી જ જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીના નેકલેસ પહેરેલી જોવા મળી છે

પ્રિયંકા ચોપરાના કરોડો રૂપિયાના આ નેકલેસને જોયા પછી લોકો તેની ફિલ્મો સાથે સરખામણી કરી રહ્યા છે

ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ Bvlgari Jewellers દ્વારા બનાવવમાં આવેલ અત્યાર સુધીની સૌથી મોંઘી જ્વેલરી પહેરી હતી

આ નેકપીસનો વજન 61.81 કેરેટ હોવાનું કહેવાય છે. હવે આ નેકલેસની કિમતની વાત કરીએ તો જાણીને તમારા હોંશ ઉડી જશે. આ નેકલેસની કિંમત 43 મિલિયન ડોલર એટલે કે 358 કરોડ છે

પ્રિયંકા ચોપરા ઇટાલિયન લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની બ્રાન્ડ એમ્બેસેડર છે. તે આ બ્રાન્ડ સાથે વર્ષ 2021માં જ જોડાયેલી છે. રોકિંગ સ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. જેનું બજેટ 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો આ ફિલ્મની સરખામણી પ્રિયંકા ચોપરાના નેકલેસ સાથે કરવામાં આવે તો યશની 4 KGF આ સમયમાં તૈયાર થઈ શકે છે

પ્રિયંકા ચોપરાએ તસવીર સાથે એક કેપ્શન શેર કર્યું છે. આ નેકલેસને તૈયાર કરવામાં 2,800 કલાકથી વધુ સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું

પાર્ટી માટે પરફેક્ટ છે શ્રદ્ધા દાસના આ 10 આઉટફિટ

પાર્ટી માટે પરફેક્ટ છે શ્રદ્ધા દાસના આ 10 આઉટફિટ