Propose Day: પ્રપોઝ ડે, જાણો બોલિવૂડ કલાકારોની પ્રપોઝલ સ્ટોરી
રિતેશે 2003માં ફિલ્મ તુઝે મેરી કસમના સેટ પર જેનેલિયાને પ્રપોઝ કર્યું હતું. લગભગ 8 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા પછી, તેઓએ 2012 માં લગ્ન કર્યા. હવે તેને બે પુત્રો રિયાન અને રાહિલ છે.
કરણે બિપાશાને 2015ની ફિલ્મ અલોનના સેટ પર પ્રપોઝ કર્યું હતું. વર્ષ 2016માં કરણે જેનિફર વિંગેટ સાથે છૂટાછેડા લીધા અને તે જ વર્ષે બિપાશા સાથે લગ્ન કર્યા. હવે તેઓ એક પુત્રીના માતા-પિતા છે.
ફિલ્મની વાત કરીયે, કિયારા અડવાણી અપકમિંગ મુવી 'ગેમ ચેન્જર' માં જોવા મળશે. જે સપ્ટેમ્બર, 2024 માં રીલીઝ થશે.
વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીર કપૂરે આલિયાને પ્રપોઝ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ 2018ના અંતમાં શરૂ થયું હતું પરંતુ કોરોનાને કારણે તેને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. ઘણા વર્ષો સુધી તેમના સંબંધોને બધાથી છુપાવ્યા પછી, બંનેએ વર્ષ 2022 માં લગ્ન કર્યા. હાલમાં તેઓને એક પુત્રી રાહા કપૂર છે.
વિકી-કેટરિના પણ બોલિવૂડના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. તેઓ એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ત્યારબાદ વિકીએ કેટરિનાને પ્રપોઝ કર્યું હતું. તેઓએ લાંબા સમય સુધી તેમના સંબંધોને બધાથી છુપાવ્યા અને બંનેએ વર્ષ 2021 માં લગ્ન કર્યા.
2003માં આવેલી ફિલ્મ કુછ ના કહોના સેટ પર અભિષેક ઐશ્વર્યા સાથે પ્રેમમાં પડ્યો હતો. અભિષેકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પછી અભિષેકે ઐશ્વર્યાને ફિલ્મ ઉમરાવ જાન (2006)ના સેટ પર પ્રપોઝ કર્યું હતું. તેઓએ 2007 માં લગ્ન કર્યા અને આજે તેમને એક પુત્રી આરાધ્યા છે.
અજય દેવગને 1998માં આવેલી ફિલ્મ પ્યાર તો હોના હી થાના સેટ પર કાજોલને પ્રપોઝ કર્યું હતું. કાજોલે શરત મૂકી હતી કે જો ફિલ્મ હિટ થશે તો તેઓ લગ્ન કરી લેશે. આ ફિલ્મ સુપરહિટ બની અને બીજા જ વર્ષે બંનેએ લગ્ન કરી લીધા.
2008માં આવેલી ફિલ્મ ટશનના સેટ પર કરીના કપૂર સૈફના પ્રેમમાં પડી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ એક ટોક શોમાં સ્વીકાર્યું હતું કે તેને ટશનમાં સૈફ ખૂબ જ આકર્ષક લાગ્યો હતો અને તેણે તેને પ્રપોઝ કર્યું હતું. તેઓએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. હવે તેમને બે પુત્રો તૈમૂર અને જેહ છે.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પહેલીવાર એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ જ શૂટ દરમિયાન અક્ષયે ટ્વિંકલને પ્રપોઝ કર્યું અને પછી બંનેએ લગ્ન કરી લીધા. હવે તેમને બે બાળકો આરવ અને નિતારા છે.
2013માં આવેલી ફિલ્મ ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલાના સેટ પર રણવીરે દીપિકાને પ્રપોઝ કર્યું હતું. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ 2018 માં લગ્ન કર્યા.
Manushi Chhillar : મિસ વર્લ્ડ માનુષી છિલ્લર 'ઓપરેશન વેલેન્ટાઈન' માં જોવા મળશે