Raashii Khanna | રાશી ખન્ના ગ્રીન ટ્રેડિશનલ લહેંગા લુક, વેડિંગ સીઝન માટે પરફેક્ટ

Nov 16, 2024, 12:36 PM

રાશી ખન્ના

રાશી ખન્ના જાણીતી ઈન્ડિયન એક્ટ્રેસ છે, તે તેની એકટિંગ માટે દર્શકોમાં પ્રિય છે.

રાશી ખન્ના ફેશન

એકટ્રેસ તેની એકટીંગ સિવાય ટેનની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચમાં રહે છે કારણ કે તે સોશિયલ મીડિયા પર તેના યુનિક આઉટફિટસમાં ફોટોઝ પોસ્ટ કરે છે.

રાશી ખન્ના ગ્રીન લહેંગા

રાશી ખન્નાનો તાજતેરનો ગ્રીન લહેંગા લુક ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે તેણે ખાસ ગ્રીન કલરમાં સિલ્ક ફેબ્રિક જેમાં ગોલ્ડન લાઈન ડિઝાઈન અને બોર્ડરમાં પણ ગોલ્ડન ડિઝાઇનર લહેંગા પસંદ કર્યો છે.

રાશી ખન્ના બ્લાઉઝ

રાશી ખન્નાના બ્લાઉઝની વાત કરીયે તો તેણે હાફ સ્લીવ વાળો મેચિંગ ગ્રીન સ્લીક ફેબ્રિક ડીપ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે. જે ખુબજ એલિગન્ટ લાગે છે.

રાશી ખન્ના જવેલરી અને દુપટ્ટા

: એકટ્રેસે મેચિંગ એમ્બ્રોડરી ડિઝાઈનર દુપટ્ટા પસંદ કર્યો છે, જે લહેંગાને યુનિક અને એક્સટ્રા ભરાવદાર લુક આપે છે. જ્વલેરીની વાત કરીયે તો તેણે માત્ર લોન્ગ રાઉન્ડ શેપ્ડ ગોલ્ડન ડિઝાઈનર ઈયરિંગ્સ પસંદ કરી છે.

રાશી ખન્ના મેકઅપ અને હેરસ્ટાઇલ

મેકઅપની વાત કરીયે તો તેણે મિનિમલિસ્ટિક મેકઅપ માટે લાઈટ હાઇલાઇટર, ગ્લોસી ગાલ માટે બ્લશ, આઈશેડો, આઈલાઈનર, કાજલ અને બ્રાઉન ન્યૂડ કલર લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.

રાશી ખન્ના મુવી

રાશી ખન્ના તાજતેરમાં વિક્રાંત મેસી સાથે ધ સાબરમતી રિપોર્ટમાં મુખ્ય ભૂમિકા જોવા મળી છે. આ ફિલ્મ 15 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઇ છે.

Radhika Madan | રાધિકા મદાન બેસ્ટ સાડી લુક