Nov 15, 2024
રાધિકા મદાન ટેલીવુડથી પોતાના એકટિંગ કરિયરની શરૂઆત કરી હતી, હાલ તે બોલીવુડ મુવીમાં પણ જોવા મળી છે.
રાધિકા મદાન તાજતેરમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ સરફિરામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સરફિરા તમિલ ફિલ્મની રીમેક છે.
રાધિકા મદાન સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ કરે છે અને તેની ફેશન સ્ટાઇલના ફોટોઝ શેર કરે છે, અહીં એમાંથી તેના બેસ્ટ સારી લુક આપ્યા છે,
રાધિકા મદાનનો આ બેબી પિન્ક સાડી લુક અદભુત છે જેમાં તેણે ટ્રાંસપેરેંટ સાઇની સિલ્વર લાઇન્સ વાળી સાડી સાથે ક્રોપ બ્લાઉઝ પસંદ કર્યું છે. જેમાં તેણે મેચિંગ બેન્ગલ્સ અને લોન્ગ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રાધિકા મદાનએ રેડ ફ્લોરલ કલર સાડી પહેરી છે જે એલિગન્ટ લુક આપે છે એકટ્રેસે તેના પર લોન્ગ સ્લીવ ડીપ શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યું છે જેમાં નેટની ફ્લોરલ સ્લીવ જોવા મળે છે.
રાધિકા મદાનએ આ ચળકતી બ્લેક એન્ડ રેડ ફ્લોરલ સાડી પસંદ કરી છે જેમાં તેણે સ્લીવલેસ બ્લેક મેચિંગ બ્લાઉઝ પસંદ કર્યું છે , જવેલરીની વાત કરીયે તો તેણે વાઈટ મોતીનું વન ડાયમન્ડ વાળું ચોકર પસંદ કર્યું છે સાથે મેચિંગ સ્ટડ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
વિજય દેવેરાકોંડા અને રાધિકા મદાન અભિનીત મ્યુઝિક વિડિયો સાહિબા આખરે આજે રિલીઝ થયો છે જે પ્રેક્ષકોને ખુબજ પસંદ આવ્યો છે.