રાજેશ ખન્નાનું વાસ્તવિક નામ જતિન ખન્ના હતું. જોકે અંકલના કહેવાથી ફિલ્મોમાં આવ્યા પછી એમણે પોતાનું નામ બદલી રાજેશ ખન્ના રાખ્યું હતું.
રાજેશ ખન્ના
29 ડિસેમ્બર 1942 ના રોજ જન્મેલા રાજેશ ખન્નાને સ્કૂલ કક્ષાએથી જ એક્ટિંગનો ભારે શોખ હતો. રાજેશને એમના એક નજીકના સગાએ દત્તક લીધો હતો
રાજેશ ખન્ના
બોલીવુડમાં રાજેશ ખન્નાની એન્ટ્રી ટેલેન્ટ હંન્ટથી થઇ હતી. યૂનાઇટેડ પ્રોડ્યૂસર્સ અને ફિલ્મફેર દ્વારા 1965 માં આયોજિત કાર્યક્રમમાં રાજેશ ખન્ના વિજેતા થયા હતા
રાજેશ ખન્ના
ટેલેન્ટ હંન્ટ જીત્યા પછી રાજેશ ખન્નાનો સંઘર્ષ પુરો થયો, પી સિપ્પીએ એમની રાજ ફિલ્મ માટે એસાઇન કર્યા હતા. જેમાં બબીતા જેવી મોટી હિરોઇન હતી.
રાજેશ ખન્ના
1969 થી 1975 દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. રાજેશ ખન્નાની લોકપ્રિયતા એટલી હદે હતી કે લોકો બાળકોનું નામ રાજેશ રાખતા હતા
રાજેશ ખન્ના
એક પછી એક અનેક સફળ ફિલ્મો આપતાં રાજેશ ખન્નાનો સિતારો સાતમા આસમાને હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ કાકા તરીકે ઓળખાતા હતા
રાજેશ ખન્ના
રાજેશ ખન્નાની પ્રથમ પ્રદર્શિત ફિલ્મ આખરી ખત હતી જે 1966 માં રિલીઝ થઇ હતી. 1969 માં રિલીઝ થયેલ ફિલ્મ આરાધના અને દો રાસ્તે ઘણી સફળ રહી હતી
રાજેશ ખન્ના
લોકપ્રિય એટલા થયા કે છોકરીઓ લોહીથી લખેલા પત્રો મોકલતી, એમના ફોટા સાથે લગ્ન કરી લેતી, કેટલીક છોકરીઓ તો ફોટો તકિયા નીચે રાખીને સૂતી
રાજેશ ખન્ના
રાજેશ ખન્નાની સફળતાને લીધે નિર્માતા નિર્દેશકોની લાઇનો રહેતી હતી અને મોં માગ્યા ભાવ આપી એમને ફિલ્મ સાઇન કરવા તૈયારી બતાવતા હતા
રાજેશ ખન્ના
આરાધના, સચ્ચા જુઠા, કટી પતંગ, હાથી મેરે સાથી, મહેબૂબ કી મહેંદી, આનંદ, આન મિલો સજના, આપકી કસમ જેવી અનેક સફળ ફિલ્મોએ ટોચે બેસાડ્યા
રાજેશ ખન્ના
અન્ય હિરોઇનો સાથેના અફેર વચ્ચે રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે એકાએક લગ્ન કરી લીધા હતા. જોકે બાદમાં બંને અલગ થઇ ગયા હતા.
રાજેશ ખન્ના
રાજેશ ખન્ના અને ડિમ્મપલ કાપડિયાનું લગ્નજીવન લાબું ટક્યુ નહીં. લગ્નજીવન દરમિયાન એમને ટ્વિંકલ અને રિંકી બે પુત્રીઓ છે.
રાજેશ ખન્ના
રાજીવ ગાંધીના કહેવાથી કાકા રાજકારણમાં આવ્યા હતા અને સાંસદ બન્યા હતા. જોકે બાદમાં રાજનીતિથી મોહભંગ થતાં રાજકારણ છોડી દીધું હતું.
રાજેશ ખન્ના
રાજેશ ખન્નાને ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જોકે 18 જુલાઇ 2012 ના રોજ બોલિવુડના સુપરસ્ટાર કાકાએ છેલ્લા શ્વાસ લીધા હતા.