Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની બંધાશે લગ્નના બંધનમાં
રકુલ પ્રીત સિંહ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે હિન્દી, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે.
એક્ટ્રેસને સાઉથની ફિલ્મો માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેણે કન્નડ ફિલ્મ 'ગિલ્લી' થી એકટિંગ ડેબ્યુ કર્યું છે.
રકુલએ બૉલીવુડમાં 'યારિયા'(2014) ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ સિવાય તેણે દે દે પ્યાર દે (2019), રનવે 34 (2022), અને ડોક્ટર જી (2022) માં કામ કર્યું છે.
તાજતેરમાં રકુલ પ્રીત સિંહ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી રકૂલ એક્ટર જેકી ભગનાની સાથે સમયથી ડેટિંગ કરી રહી હતી. હવે 21 ફેબ્રુઆરી, બુધવારે આ બૉલીવુડ કપલ લગ્ન કરશે.
રકૂલ અને જેકી, બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં રકૂલ અને જેકીના ઇન્વિટેશન કાર્ડએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. કપલે આ હેશટેગ આપ્યો,
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના વેડિંગ ઇન્વિટેશન કાર્ડમાં રમતિયાળ હેશટેગ, ‘અબ્દોનોભગના-ની’ આપ્યો છે.
આ પણ વાંચો:
Valentine Day Look : અવનીત કૌરનો આ રેડ આઉટફિટમાં લુક વેલેન્ટાઈન ડે