રકુલ પ્રીત સિંહ બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તેણે સાઉથ સિવાય ઘણી હિટ હિન્દી ફિલ્મો આપી છે. એકટ્રેસ ન માત્ર તેની એકટિંગ માટે પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
રકુલ પ્રીત સિંહનો તાજતેરનો રેડ સાડી લુક ઇન્ટરનેટ પાર ખુબજ વાયરલ થયો છે તેણે સોશિયલ મીડિયા પર રેડ સિલ્ક પોલ્કા ડોટ ભરતકામ કરેલ અને ગોળ પેટર્ન વાળી સાડી પહેરી છે.
રકુલ પ્રીત સિંહએ રેડ સાડી પર રેડ કલરમાં વાઈટ પોલ્કા ડોટ વાળો મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પાસ કર્યો છે. જે ખુબજ એલિગન્ટ લાગે છે.
જલેવરીની વાત કરીયે તો તેણે હાથમાં ડાયમન્ડ બેન્ગલ્સ, રિંગ, લોન્ગ ઈયરિંગ્સ જેના છેડાને હેરમાં ફિટ કરેલ છે. તેણે કપાળ પર નાની બિંદી સાથે લુક કંપ્લીટ કર્યો છે
રકુલ પ્રીત સિંહની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે સીમ્પલ વાળને ગૂંથીને ચોટલાની હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે ટ્રેડિશનલ લુક માટે પરફેક્ટ છે.
રકુલ પ્રીત સિંહના મેકઅપ લુકની વાત કરીયે તો તેણે લાઈટ કાજલ, આઇલાઇનર, આઈશેડો, લાઈટ ગ્લોસી બ્લશ સાથે મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે. તેણે ગ્લોસી લિપસ્ટિક સાથે લુકને વધુ એલિગન્ટ ટચ આપી છે.