Jan 21, 2024

રામ મંદિર નિર્માણ માટે આ સેલિબ્રિટીઓએ આટલું દાન કર્યું

Mansi Bhuva

અક્ષય કુમારે ખુલાસો કર્યો કે તેઓએ રામ મંદિર નિર્માણ માટે એક અજ્ઞાત રકમ દાન કરી છે

Source: social-media

અનુપમ ખેરે રામ મંદિરના નિર્માણ માટે ઇંટો દાન કરી છે. એક પોસ્ટમાં લખ્યુ છે કે..હું અયોધ્યામાં બની રહેલા ઐતહાસિક રામ મંદિરની ઝલક બતાવી રહ્યું છે

બોલિવૂડની ડ્રિમ ગર્લ હેમા માલિનીએ પણ દાન કર્યુ છે. ઉદ્ધાટન પહેલાં હેમા માલિનીએ અયોધ્યામાં રામાયણ પર બેસ્ડ એક ડાન્સ ડ્રામા પેશ કરશે

ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીએ પણ પોતાનું યોગદાન આપીને દાન કર્યુ છે. જો કે એમને આમંત્રણ મળ્યુ નથી

કન્નડ, તેલુગુ, હિન્દી અને મલાયલમ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્રારા ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યપી અભિયાન માટે 1 લાખ રૂપિયાનું દાન કર્યુ છ

ક્રિકેટર ગૌતમ ગંભીરે અયોધ્યામાં રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યુ છે

શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્નાએ પણ રામ મંદિર નિર્માણ માટે 1.11 લાખ રૂપિયાનું દાન કર્યુ છે. જો કે હાલમાં એમને નિમંત્રણની કોઇ ખબર સામે આવી નથી

ભારતીય ફિલ્મ નિર્માતા મનીષ મુન્દ્રાએ રામ મંદિર નિર્માણ માટે એમને 1 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે

 હાસ્ય ભૂમિકા માટે ફેમસ થયેલા અભિનેતા મનોજ જોશીએ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે યોગદાન આપ્યુ છે

એક્ટર પવન કલ્યાણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 30 લાખ રૂપિયાનું દાન કર્યુ છે. આ સિવાય પણ બીજા અનેક સેલેબ્સ હોઇ શકે છે જેમને દાન કર્યુ છે