Jan 16, 2024

Ram Mandir Opening : અમિતાભ બચ્ચન અયોધ્યામાં બનાવશે ઘર! ખરીદ્યો કરોડોનો પ્લોટ

Shivani Chauhan

અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે.

આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત ₹ 14.5 કરોડ છે.

Source: social-media

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે  સરયુ એન્ક્લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે 51 એકરમાં ફેલાયેલું છે.

આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને એક મીડિયા હાઉસને જણાવ્યું હતુ કે, "હું અયોધ્યામાં ધ સરયૂમાં, ધ હાઉસ ઓફ અભિનિંદ લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું.

Source: social-media

આ શહેરનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેની ભૌગોલિક સીમાઓ કરતા એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે.

વધુમાં બિગ બીએ કહ્યું, "પરંપરા અને આધુનિકતા સાથે રહે છે. તેમજ હું આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું."

Source: social-media

અમિતાભ બચ્ચનનું જન્મસ્થળ અલ્હાબાદ છે. નેશનલ હાઈવે 330 થી અયોધ્યાનું અંતર 4 કલાકનું છે

આ પ્લોટ રામ મંદિરથી 15 મિનિટ દૂર છે. અયોધ્યા એરપોર્ટથી તેનું અંતર 30 મિનિટનું છે.

અમિતાભ બચ્ચનની નેટવર્થ અંગે વાત કરીએ તો 2023માં 3000 કરોડ આંકવામાં આવી છે.

આ ઉંમરે પણ તેઓ સિનેમા અને અન્ય ઘણા વ્યવસાયોમાં સક્રિય છે. અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં 5 આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે.

બિગ બી  કૌન બનેગા કરોડપતિમાંથી પ્રતિ એપિસોડ લાખો રૂપિયા કમાય છે.

Source: social-media

આ પણ વાંચો: nnહૃતિક રોશન, અનિલ કપૂરે ફાઈટરના ટ્રેલર લોન્ચિંગમાં હાજરી આપી