મર્દાનીના 10 વર્ષ પૂર્ણ, રાની મુખર્જીની ફિલ્મના ત્રીજા હપ્તાની જાહેરાત
બોલિવૂડમાં કુછ કુછ હોતા હે, બ્લેક, મુજસે દોસ્તી કરોંગે જેવી હિટ ફિલ્મો આપનાર એકટ્રેસ રાની મુખર્જી હજુ પણ દર્શકોના દિલમાં રાજ કરે છે.
પરંતુ વર્ષ 2014 માં જ્યારે એકટ્રેસની ફિલ્મ મર્દાની મોટા પડદા પર આવી ત્યારે દર્શકોને દંગ કરી દીધા હતા. આ ફિલ્મને હવે જ્યારે ફિલ્મ 10 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે YRF એ આ અવસર પર મર્દાનીના ત્રીજા હપ્તાની જાહેરાત કરી છે.
મર્દાની 2 વર્ષ 2019 માં રિલીઝ થઇ હતી. મર્દાની 2 બાદ નિર્માતાએ આજે એક વિડિયો ડ્રોપ કર્યો હતો જેમાં કે મર્દાનીના ત્રીજા હપ્તાની જાહેરાત સાથે ફિલ્મના 10 વર્ષ પુરા થયા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.
જ્યારે મર્દાનીના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં લગભગ ₹ 60 રૂપિયાની કમાણી કરી હતી.
મર્દાની 2 એ પ્રથમ કરતાં વધુ કમાણી કરવામાં સફળ રહી હતી. મર્દાની 2 જેણે વિશ્વભરમાં ₹ 67 રૂપિયાથી વધુ કમાણી કરી હતી.
મર્દાનીના ત્રીજા ભાગની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મોટા પડદા પર રાની મુખર્જીની છેલ્લી ફિલ્મ 2023માં રીલિઝ થયેલી મિસિસ ચેટર્જી VS નોર્વે હતી.
Shraddha Kapoor : શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી કરતા આગળ, સ્ત્રી 2 એકટ્રેસના આટલા ફોલોઅર્સ