ફિલ્મની તૈયારીઓ પણ આદરી દેવામાં આવી હતી. પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી છે
પિંકવિલાના લેટેસ્ટ અહેવાલ અનુસાર, રણવીર સિંહ હવે ફિલ્મ 'રાક્ષસ'નો ભાગ નથી. રણવીર સિંહે આ મુવી ક્રિએટિવ મતભેદોને કારણે છોડી દીધી હોવાનું કહેવાય છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આગામી ફિલ્મ 'સિંઘમ અગેઈન'માં જોવા મળશે
આ સિવાય તેની પાસે ઝોયા અખ્તરની ડોન 3 અને શક્તિમાન જેવી ફિલ્મો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં મુકેશ ખન્નાએ રણવીરના શક્તિમાન બનવા સામે વાંધો ઉઠાવ્યો હતો
મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, 'સ્ટાર પાવર હોવા છતાં રણવીર ક્યારેય શક્તિમાન બની શકતો નથી. તેમજ તેઓએ રણવીરના ન્યૂડ ફોટોશૂટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેને બાલિશ ગણાવ્યો હતો
એવા સમાચાર છે કે, રણવીર સિંહ મુકેશ ખન્નાને આ મુદ્દે મનાવવા ગયો હતો. રિપોર્ટ્સનું માનીએ તો શક્તિમાન એક મેગા બજેટ ફિલ્મ હશે, જે 200-300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ વર્ષ 1997માં લોકપ્રિય શો 'શક્તિમાન'ના સુપરહીરોના પાત્ર પર આધારિત હશે