સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાના

Feb 28, 2023

Mansi Bhuva

રશ્મિકા મંદાના રવિવારે મુંબઈમાં એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. એક્ટ્રેસે રેડ કાર્પેટ માટે બ્લેક શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો.

આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ રશ્મિકા તેના બોલ્ડ અને ખૂબસૂરત લુકના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. 

લોકોએ રશ્મિકાની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી છે.

રશ્મિકાએ ડાઉન સ્લીવ્ઝ સાથે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. ઉપરાંત, ડ્રેસની પાછળની બાજુએ એક લોન્ગ લાઇન હતી. જે તેના લુકને વધુ સુંદર બનાવી રહી હતી. તેમજ તેણીએ હીલ્સ પહેરી હતી.

જોકે એક્ટ્રેસના ફેન્સને તેનો આ લુક વધુ પસંદ આવ્યો નથી. લોકોએ એક્ટ્રેસના આ લુકની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી છે.

યુઝર્સે રશ્મિકાની મજાક ઉડાવી : ખરેખર, એક્ટ્રેસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેના ફેન્સે ધડાધડ કોમેન્ટ કરી છે.

કેટલાક યુઝર્સે રશ્મિકાના જોરદાર વખાણ કર્યા હતા. તો સાથે જ કેટલાક યુઝર્સે એક્ટ્રેસની મજાક પણ ઉડાવી છે.

અન્ય યુઝરે કહ્યું- "તેણે પણ ઉર્ફીને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે." અન્ય એક યુઝરે લખ્યું - "તમે પણ ઉર્ફી જાવેદ બની રહ્યા છો, પહેલાની જેમ જ રહો, તમે સારા દેખાતા હતા".

એક્ટ્રેસનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે એક્ટર બૈલામકોંડા સાઈ શ્રીનિવાસ સાથે જોવા મળી હતી. વીડિયોમાં તેણે અભિનેતાને ગળે પણ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ દરમિયાન રશ્મિકાને બેસ્ટ ડેબ્યુનો અવોર્ડ મળ્યો છે.

રશ્મિકા મંદાનાએ ફિલ્મ ગુડબાયથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસ સાથે અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. આ પછી એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં જોવા મળી હતી.