Nov 22, 2024
વેડિંગ સીઝન શરુ થઇ ગઈ છે, લગ્નમાં હલ્દી થી લઈને સંગીત, મેહેંદી વગેરે ઈવેન્ટ્સ થતી હોય છે, જેમાં હલદીમાં યેલો અને મહેંદીમાં ખાસ ગ્રીન આઉટફિટ પહેરવામાં આવે છે.
રશ્મિકા મંદાનાના આ લુકમાં તેણે ગ્રીન કલરની ટ્રાન્સ્પરેન્ટ ગોલ્ડન એમ્બ્રોડરી ડિઝાઇન વાળી જેમાં બોર્ડરમાં પણ ડિઝાઈનર ગોલ્ડ લેસ જોવા મળે છે. આ સાડી મહેંદી ફંક્શન માટે પરફેક્ટ છે.
તેના બ્લાઉઝની વાત કરીયે તો તેણે ગ્રીન ગોલ્ડન એમ્બ્રોડરી ડિઝાઇન વાળો સ્લીવલેસ ડીપ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે.જેમાં પાછળ હુક અને બેકલેસ બ્લાઉઝમાં લોન્ગ થ્રેડ જોવા મળે છે.
જ્વલેરીની વાત કરીયે તો રશ્મિકા એ કોન્ટ્રાસ્ટમાં ગોલ્ડન કલર નેકલેસ અને મેચિંગ લોન્ગ સાઈની ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. હાથમાં એકટ્રેસે મેચિંગ હાર્ટ શેપનું RM થી એમ્બ્રોડરી વર્ક કરેલ ડિઝાઇન વાળું પર્સ કેરી કર્યું છે જે સ્ટાઈલિશ ટચ આપે છે.
રશ્મિકા મંદાનાની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે બન હેરસ્ટાઇલમાં રેડ ઓરિજિનલ ગુલાબથી ડેકોરેટ કરેલ હેરસ્ટાઇલ પસંદ કરી છે જે તેના ગ્રીન આઉટફિટ સાથે વધારે શોભે છે અને એલિંગટ ટચ આપે છે.
રશ્મિકા મંદાનાના મેકઅપની વાત કરીયે તો તેણે તેના સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે, જેમાં તેણે આઇલાઇનર, મસ્કરા, કાજલ, આઈશેડો અને હાઇલાઇટર સાથે લાઈટ બ્લશ કર્યું છે અને રેડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.