Richa Chadha : રિચા ચઢ્ઢાએ અલી ફઝલ સાથેના આંતરધર્મી લગ્ન વિશે આવું કહ્યું..

Jun 07, 2024, 04:00 PM

રિચા ચઢ્ઢા બૉલીવુડની જાણીતી એકટ્રેસ છે. એકટ્રેસે કોમેડી ફિલ્મ ઓયે લકીમાં નાની ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી.

વર્ષ 2008 માં લકી ઓયે બાદ એકટ્રેસે 2012 માં ક્રાઈમ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં અભિનય કર્યો હતો. જેના માટે તેને બેસ્ટ એકટ્રેસનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ મેળવ્યો હતો.

એકટ્રેસએ તાજેતરમાં સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝ હીરામંડીમાં સફળ ભૂમિકા ભજવ્યા બાદ ચર્ચામાં છે.

એકટ્રેસએ બૉલીવુડ એક્ટર અલી ફઝલ સાથે વર્ષ 2020 માં મેરેજ કર્યા હતા. તાજતેરમાં એકટ્રેસ પ્રેગ્નેન્ટ છે. એક ઇનરવ્યુમાં તેણે અલી ફઝલ સાથેના ઇન્ટરફેઈથ (આંતરધર્મી) મેરેજ વિષે વાત કરી હતી.

બોલિવૂડ પાવર કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલની લવ સ્ટોરી ફિલ્મ "ફુકરે" ના સેટ પર શરૂ થઈ હતી. પેંડેમીક દરમિયાન વર્ષ 2020 માં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા.ત્યારબાદ વર્ષ 2022 માં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મેરેજની ઉજવણી કરી હતી.

એકટ્રેસએ આંતરધર્મી લગ્ન વિષે કહ્યું, '' હું મારી પસંદગી પર અડગ હતી તેથી મારા પરિવાર સપોર્ટ કર્યો હતો, તેણે ઉમેર્યું ''જયારે તમે પ્રેમમાં પડો છો ત્યારે ધર્મ કે જાતિ જોતા નથી.''

Neha Kakkar Birthday : નેહા કક્કર બર્થ ડે સ્પેશિયલ, સુપરસ્ટાર સિંગર 3ના સેટ પર ફેમિલી સાથે સેલિબ્રેશન