Dec 30, 2022
Ajay Saroya
ઋષભ પંતના એક્સિડેન્ટના સમાચાર આવ્યા બાદ ઉર્વશીએ એક પોસ્ટ શેર કરી, જેથી ફરી બંને વચ્ચેના રિલેશનની ચર્ચા શરૂ થઇ
પોસ્ટમાં ઉર્વશીએ માત્ર લખ્યું - ‘પ્રાથના કરી રહ્યુ છે’, આ પોસ્ટ વાંચીને કોઇ પણ સમજી જશે કે કોની માટે પ્રાર્થના થઇ રહી છે
આ પહેલી ઘટના નથી જ્યરે ઋષભ પંત સાથે ઉર્વશી રૌતેલાનું નામ જોડાયું હોય, અગાઉ પણ ઘણી વખત બંનેની લવ-સ્ટોરીની ચર્ચા થઇ છે
ઉર્વશીએ એક ઇન્ટરવ્યૂહમાં કહ્યુ હતુ કે, મિસ્ટર RP તેમના મળવા આવ્યા હતા, તેમણે 10 કલાક સુધી રાહ જોઇ, 17 કોલ કર્યા પણ તે ઉંઘી રહી હતી, આથી તેમની સાથે મુલાકાત થઇ શકી નહીં
ત્યારબાદ ઋષભ પંતે સોશિયલ મીડિયામાં પોસ્ટ એક મૂકી જેમાં લખ્યુ હતું - ‘બહેન, મારો પીછો છોડી દો
ઋષભ પંતની વાતનો રિપ્લાય આપતા ઉર્વશીએ કહ્યુ કે, છોટુ ભૈયાએ બેટ-બોલ રમવા જોઇએ. જો કે ત્યારબાદ તેણે ક્રિકેટરની માફી પણ માંગી હતી
આ બધા વચ્ચે ઉર્વશી રૌતેલા T-20 વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા પર ગઇ હતી
જ્યારે પણ ઋષભ પંત લેડલાઇનમાં ચમકે છે ત્યારે આપમેળે ઉર્વશી રૌતેલાનું નામ જોડાઇ જાય છે
All Photos: facebook