એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું નાટૂ નાટૂ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સાથે આ પ્રકારનો એવોર્ડ જીતનાર પહેલી ભારતીય ફિલ્મ બની ગઇ છે.

Jan 12, 2023

Mansi Bhuva

આપને જણાવી દઇએ કે ફિલ્મ આરઆરઆર પહેલા કેટલીક ભારતીય ફિલ્મને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ તે આ એવોર્ડ જીતી શકી ન હતી.

વર્ષ 1957માં રિલીઝ થયેલી ફિલ્મ 'દો આંખે બારહ હાથ' સૌપ્રથમ ભારતીય ફિલ્મ હતી જે ગોલ્ડન ગ્લોબ માટે નોમિનેટ થઇ હતી. આ ફિલ્મમાં વી.શાંતારામ અને સંધ્યા લીડ રોલમાં હતા. આ ફિલ્મનું 'માલિક તેરે બંદે હમ' ગીત ખુબ પોપ્યુલર થયું હતું.

વર્ષ 1961માં સત્યજીત રેએ બંગાળીમાં 'ધ વર્લ્ડ ઓફ અપ્પુ' નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પણ નોમિનેશન મળ્યું હતું. જો કે તે એવોર્ડ મેળવી શકી નહોતી.

મીરા નાયરની ફિલ્મ 'સલામ બોમ્બે"ને વર્ષ 1989માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ફીચર ફિલ્મની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી.

2002માં મીરા નાયરની બીજી ફિલ્મ 'મોનસૂન વેડિંગ' શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મ શ્રેણીમાં ગોલ્ડન ગ્લોબ માટે નામાંકિત થઈ હતી. મીરા નાયરની ફિલ્મ પણ એવોર્ડ જીતી શકી નથી.

એસએસ રાજામૌલીએ ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા બાદ એક ઇન્ટવ્યૂમાં મોટી જાહેરાત કરી છે. 

એસએસ રાજામૌલીએ ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા બાદ એક ઇન્ટવ્યૂમાં મોટી જાહેરાત કરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટને લઇને તેની પાસે ફેન્ટાસ્ટિક આઇડિયા છે. અને તે પ્રક્રિયા હેઠળ છે.

રૌજામૌલીએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે ફિલ્મ ‘આરઆરઆર’ રિલીઝ થઇ અને તેને ખુબ જ આવકાર મળ્યો ત્યારે જ અમે વિચારી લીધું હતું કે, ફિલ્મની સિકવલ બનાવવી.