એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆરના 'નાટૂ નાટૂ ગીત' ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ (Golden Globes 2023) માં બેસ્ટ ઓરિજનલ સોંન્ગનો એવોર્ડ મળ્યો છે.

Jan 11, 2023

Mansi Bhuva

એસ.એસ.રાજામૌલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ, જૂનિયર એનટીઆર સહિત રામચરણ મહત્વના પાત્રમાં નજર આવ્યા હતા. 

તમને જણાવી દઇએ કે 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં RRRને બે શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત 'નાટુ નાટુ'નો સમાવેશ થાય છે. 

એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાજામૌલી ભારતીય ડ્રેસમાં જોવા મળ્યા હતા.

આપને જણાવી દઇએ કે RRRની આ પ્રસિદ્ધીને પગલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં છે.

શાહરૂખ ખાને પણ RRRની આ પ્રસિદ્ધીને પગલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે, જસ્ટ ઉઠ્યો અને ગોલ્ડન ગલોબ્સમાં RRRની જીતનો જશ્ન મનવતા નાટૂ નાટૂ પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.  

RRRની આ પ્રસિદ્ધી બાબતે ખાસ વાત એ છે કે, આરઆરઆર આ પુરસ્કારોમાં નામાંકન મેળવનારી બે દાયકાથી વધારે સમયમાં પહેલી ભારતીય ફિલ્મ છે. પહેલા વિદેશી ભાષા શ્રેણીમાં નામાંકન મેળવનારી ફિલ્મ સાલામ બોમ્બે (1988) અને મોનસૂન વેડિંગ (2001) છે.