Ruhanika Dhawan : રુહાનિકા ધવન, 15 વર્ષની ઉંમરે કરોડોના ઘરની માલિક
Haresh Suthar
Jan 03, 2023, 10:50 AM
રુહાનિકા ધવન ફિલ્મ અને ટીવી બાળ કલાકાર છે. સ્કૂલમાં અભ્યાસ કરવાની ઉંમરમાં તેણીએ પોતાની મહેનતથી સફળતા પોતાને નામ કરી છે.
રુહાનિકા ધવન યે હૈ મોહબ્બતે ટીવી સિરીયલથી જાણીતી બની હતી. આ સિરીયલમાં રુહાનિકાએ દિવ્યાંકા ત્રિપાઠીની પુત્રી રુહીનો રોલ કર્યો છે.
રુહાનિકાએ બાળ કલાકાર તરીકે અનેક પુરસ્કાર જીત્યા છે. જેમાં સૌથી મહત્વનો બાળ અભિનેત્રી માટે ભારતીય ટેલિ પુરસ્કાર પણ જીત્યો છે.
રુહાનિકા ધવનનો જન્મ 25 સપ્ટેમ્બર 2007 માં દિલ્હી ખાતે થયો હતો. તેણીને હિન્દી, અંગ્રેજી અને પંજાબી ભાષા આવડે છે.
This browser does not support the video element.
રુહાનિકા ધવને 2012 માં ઝી ટીવી સાથે શ્રીમતી કૌશિક કી પાંચ બહને સિરીયલથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
રુહાનિકા ધવનને ખ્યાતિ એકતા કપૂરની રોમાન્સ સિરીયલ યે હૈ મોહબ્બતેથી મળી, જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, કરણ પટેલ સહિત કલાકાર હતા.
રુહાનિકાએ યે હૈ મોહબ્બતે સિરીયલમાં રુહી ભલ્લાનો રોલ પ્લે કર્યો હતો. જે ઘણો વખણાયો હતો અને અનેક પુરસ્કાર પણ જીત્યા હતા
રુહાનિકાને સારા પ્રદર્શન માટે સૌથી લોકપ્રિય બાળ અભિનેત્રી માટે વર્ષ 2014 ભારતીય ટેલિ પુરસ્કાર એનાયત કરાયો હતો.
રુહાનિકાએ ટીવી સિરીયલ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સલમાન ખાનની જય હો ફિલ્મમાં પણ તેણીએ નાનકડી ભૂમિકા ભજવી છે
રુહાનિકા ધવને આ ઉપરાંત સની દેઓલની એકશન ફિલ્મ ઘાયલ એક બાર ફીર ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ સની દેઓલના પ્રોડક્શનની હતી.
રુહાનિકા 15 વર્ષની ઉંમરે કરોડોના ઘરની માલિક બની. વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
રુહાનિકા ધવન યે હૈ મોહબ્બતે ટીવી સિરીયલથી જાણીતી બની હતી. આ સિરીયલમાં રુહાનિકાએ દિવ્યાંકા ત્રિપાઠીની પુત્રી રુહીનો રોલ કર્યો છે.