TMKOC: તારક મહેતા 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે

Feb 23, 2023

Haresh Suthar

પોપટલાલ પાસે એકેય નથી અને નવા મહેતા સાહેબ બીજાની વેતરણમાં હોવાના મીડિયા રિપોર્ટસ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલના તારક મહેતા હાલમાં બીજા લગ્નને લઇને ચર્ચામાં છે.

તારક મહેતાનું પાત્ર ભજવતા અભિનેતા સચિન શ્રોફ 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઇ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર 25 ફેબ્રુઆરીએ અંગત સ્વજનો અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે

50 વર્ષિય સચિન શ્રોફ કોની સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે એ હાલમાં સિક્રેટ રાખવામાં આવ્યું છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુલ્હનના પરિવારજનો આ વાતને કેટલાક કારણોસર સિક્રેટ રાખી રહ્યા છે.

સચિનની બીજી પત્ની બનવા જઇ રહેલી દુલ્હન ટીવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ન હોવાની માહિતી છે.

સચિન શ્રોફ સાથે લગ્ન કરવા જઇ રહેલી દુલ્હન ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઇન્ટીરિયર ડિઝાઇનર છે.

બહેનની મિત્ર સાથે લગ્ન કરવા જઇ રહેલા સચિને આ બીજા લગ્નને લઇને કોઇ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.

સચિને અગાઉ અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. જોકે વર્ષ 2018માં બંને અલગ થયા હતા

વર્ષ 2009 માં લગ્ન કરનાર સચિન અને જુહી લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડા લઇ અલગ થયા હતા.

સચિન અને જુહીના લગ્નજીવનમાં એક પુત્રી સમાયરા છે. જે હાલમાં 10 વર્ષની છે જે જુહી સાથે રહે છે