Sep 27, 2024
સૈફ અલી ખાન(Saif Ali Khan) કૃતિ સેનન અને પ્રભાસ સ્ટારર આદિપુરુષ (Adipurush) માં રાવણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, પૌરાણિક કથિત મુવીમાં ખોટી રજૂઆત માટે આ ફિલ્મની ઘણી ટીકા થઈ હતી. અભિનેતાએ ઉલ્લેખ કર્યો કે તે હજુ પણ વાસ્તવિક સમસ્યાને ઓળખી શકતો નથી છતાં તે જાણે છે કે ભવિષ્યમાં કેવી ભૂમિકાઓ ટાળવી જરૂરી છે.
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં તાજેતરના ઇન્ટરવ્યૂ દરમિયાન, સૈફ અલી ખાનને આદિપુરુષ માટે તેની અને ડિરેક્ટર ઓમ રાઉત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ટીકા અને કાનૂની કેસ વિશે પૂછવામાં આવ્યું હતું.
અભિનેતાએ તેને "થોડો અસ્વસ્થ" કહ્યો અને પડદા પર જે બોલે એ માટે જવાબદાર ઠેરવતા કોર્ટે લીધેલા નિર્ણયને યાદ કર્યો હતો.
એક્ટરે જણાવ્યું હતું કે, 'મને ખબર નથી કે તે કેટલી વાસ્તવિક સમસ્યા છે. ઘણા લોકો જે ઇચ્છે છે તે કહેવા કે કરવા માટે સ્વતંત્ર નથી. આપણે બધાએ પોતાની જાતને થોડી પોલીશ કરવી પડશે. અને થોડી સાવચેતી રાખવી પડશે , અન્યથા મુશ્કેલી આવી શકે છે.'
આ ઉપરાંત, એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ તાંડવમાં સૈફની ભૂમિકાને પણ રાજકારણી તરીકેની ભૂમિકા બદલ નોંધપાત્ર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાએ નોંધ્યું હતું કે તેના માટે તેને "લગભગ રદ" કરવામાં આવ્યો હતો.
સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અભિનેતા હાલમાં તેની દક્ષિણની ડેબ્યુ ફિલ્મ દેવરા પાર્ટ 1 ની રિલીઝનો આનંદ માણી રહ્યો છે, જેમાં જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.