જો કે એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે કે ભાઇજાનના ઘરની બહાર ગોળીબાર કરનાર બંને આરોપીની ઘરપકડ ગુજરાતના ભુજથી કરવામાં આવી છે
આ ઘટના પછી લોકોના મનમાં એ સવાલ થઇ રહ્યો છે કે આખરે સલમાન ખાન કેમ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે?
સલમાન ખાને વર્ષ 2009માં એક ચેટ શોમાં ખુલાસો કર્યો હતો
સલમાન ખાને કહ્યું હતું કે, તે એક બેડરૂમ કિચન હોલ વાળા નાના ઘરમાં એટલે રહે છે કારણ કે તેની માતાનું ઘર નીચે છે
સલમાન ખાને એ પણ સ્પષ્ટતા કરી હતી કે, તે તેના પિતા સલીમ ખાન અને માં સલમાના કારણે કોઇ બીજા આલીશાન ઘરમાં શિફ્ટ થતો નથી
સલમાન ખાનની નેટવર્થ જાણીને તમે દંગ રહી જશો. સલમાન ખાન કુલ 2900 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. સલમાન ખાન હાલ એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.