આરપાર દેખાય એવી સાડીમાં સામંથાએ બતાવ્યો સ્ટનિંગ અવતાર

Mar 27, 2023

Mansi Bhuva

સામંથા રુથ પ્રભુ હાલ તેની આગામી ફિલ્મ 'શાકુંતલમ'ના પ્રમોશનમાં બિઝી છે 

દેશભરના દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે એક સત્ય ઘટના પર આધારિત છે. આ દરમિયાન એક્ટ્રેસે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

લાખો લોકો તેના એલિગેંટ લુકને જોઇને ક્રેઝી થઈ ગયા છે અને તાબડતોબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. સાડીમાં એક્ટ્રેસનો ગ્રેસ જોવા જેવો છે.

સામંથાની તસવીરો જોયા બાદ ફેન્સની એક્સાઇટમેન્ટનું લેવલ વધી ગયું છે અને તેઓ કોમેન્ટમાં લખી રહ્યા છે કે થલાઈવી પાછી આવી ગઈ છે. એકે લખ્યું, તે ફોર્મમાં પાછી આવી ગઇ છે...

એક્ટ્રેસ સાડીમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે. ઓફ-વ્હાઈટ ટ્રાન્સપરન્ટ સાડીમાં સામંથાનો દિલકશ અંદાજ જોવા જેવો છે. તસવીર જોઈને એક યુઝરે લખ્યું, બવાલ લાગી રહી છે.

તો એકે કમેન્ટ કરી,Evergreen beautiful Queen.જ્યારે એકે લખ્યું કે, Dude પહેલી તસવીરમાં લાગે છે કે તમે એક કાલ્પનિક બંદૂક પકડેલી છે...

હાલમાં જ સામંથાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણીને માયોસિટિસ નામની ઓટોઇમ્યૂન કંડીશન ડાયગ્નોસ હોવાનું નિદાન થયું હતું.

જો કે, હવે તે ધીમે ધીમે સારું અનુભવી રહી છે અને પ્રોફેશનલી જોશ સાથે કમબેક કરી રહી છે.

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'ડોક્ટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તેના કેટલાક દિવસો શારીરિક અને ભાવનાત્મક રીતે સારા અને ખરાબ રહ્યા છે.