સામંથા રૂથ પ્રભુએ 28 એપ્રિલે પોતાનો 37મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સામંથાના બર્થડે પર તેની અપકમિંગ મુવી બંગારામનું પોસ્ટર રિલીઝ કરાયું હતું
બંગારામ પોસ્ટરમાં સામંથા રૂથ પ્રભુના હાથમાં બંદૂક અને પૂરા શરીર પર લોહીના છાંટા હતા. આ પોસ્ટરમાં એક્ટ્રેસ એકદમ ખુંખાર રૂપમાં નજર આવી રહી છે
સામંથા સૌથી મોંઘી હીરોઇન છે. તે એક ફિલ્મ માટે 10થી 12 કરોડ રૂપિયા ફી લે છે
સામંથાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણે બહુ એક્સપેન્સિવ ઘડિયાળ પહેરી છે
આ ફોટોશૂટમાં એક્ટ્રેસે હીરાજડિત બહુ આકર્ષક ઘડિયાળ પહેરી છે
બુલગારી સર્પેંટી મોડલ ઘડિયાળની કિંમત લગભગ 70 લાખ રૂપિયા હોવાના સમાચાર છે
આ ઘડિયાળ ડાયમંડ, સિલ્વર ઓપલાઇન ડાયલ અને સર્પિલ બ્રેસલેટ છે