મિસિસ વર્લ્ડ 2022 સરગમ કૌશલ

Dec 20, 2022

Mansi Bhuva

60 દેશોની પ્રતિસ્પર્ધિઓને પાછળ છોડીને સરગમ કૌશલે ખિતાબ જીત્યો

સરગમ કૌશલે 21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતી ભારતને ગૌરવની અનુભૂતિ કરાવી

સરગમ કૌશલ મૂળ જમ્મૂ-કાશ્મીરની રહેવાસી છે. વ્યવસાયે સરગમ કૌશલ મોડેલ અને ટીચર છે.

સરગમ મિસિસ વર્લ્ડના ટાઈટલ દરમિયાન પોતાના સુંદર દેખાવના કારણે પણ ચર્ચામાં રહી હતી.

સરગમ રાષ્ટ્રીય પોશાક માટે મોર પ્રેરિત ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર થયેલી સરગમે ગુલાબી રંગનો ગાઉન પસંદ કર્યો હતો.

ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર સરગમે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં લોકોની પ્રશંસા મેળવી હતી.

સરગમ કૌશલે આ આઉટફિટમાં મનમોહક ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર  સરગમના લગ્ન ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય મનોહર શર્મા સાથે થયા છે.

સરગમે વર્ષ 2018માં  મુંબઈમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.

લગ્ન બાદ પણ સરગમ કૌશલે તેનું સપનું સાકાર કરી આજે તે દેશની લાખો મહિલાઓ માટે પ્રેરણા બની છે.

સરગમ કૌશલની અદાઓ