મુસ્તાક શેખે શાહરૂખ ખાનના જીવન પર લખેલા પુસ્તકમાં એક ખુલાસો કર્યો છે
શાહરૂખ ખાન અને ગૌરીએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા
કિંગ ખાન લગ્ન પછી પહેલી રાત પત્ની ગૌરી સાથે એક હોટલમાં જતો હતો ત્યારે મોટો હંગામો થયો હતો
પુસ્તકમાં ઉલ્લેખ છે કે, શાહરૂખ ખાનને હેમા માલિનીએ સ્ટુડિયોમાં મુવી શૂટિંગ માટે બોલાવ્યો હતો. શાહરૂખ ખાન રાત્રે 11 વાગ્યે ફિલ્મના શૂટ માટે ગયો હતો. જો કે હેમા માલિની સ્ટુડિયોમાં હાજર ન હતા
શાહરૂખ ખાન તેની નવી દુલ્હનને એક રૂમમાં બેસાડી અને શૂટિંગ માટે ગયો
કલાકો સુધી ગૌરીએ તેના પતિની રાહ જોયા પછી તે દુલ્હનના પોશાકમાં જ ખુરશી પર સુઇ ગઇ હતી. આ જોતાં શાહરૂખ ખાન ખુબ દુ:ખી થઇ ગયો. તેણે લાગ્યું કે તેણે ગૌરીનું અપમાન કર્યું છે