બોલિવૂડ કિંગ ખાનને જન્મ દિવસની શુભેચ્છા

Nov 02, 2022

Mansi Bhuva

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાને વિશ્વસ્તરે ખ્યાતિ હાંસિલ કરી છે.  30 વર્ષના ફિલ્મી કરિયરમાં શાહરૂખ ખાન લગભગ 72 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. 

શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965માં દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાન આજે 56 વર્ષનો થઇ ગયો છે.  

શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પર  31.6 મિલિયન ફેન ફોલોઇંગ છે. 

શાહરૂખ ખાને  વર્ષ 1988થી દૂરદર્શન સિરિયલ ફૌજીથી કરિયરનો પ્રારંભ કર્યો હતો. આ પછી તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. જે પૈકી પ્રમુખ 'સર્કસ' સીરિયલ ખુબ ચર્ચામાં રહી હતી.

શાહરૂખ ખાને વર્ષ 1991માં ગોરી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે તેના ત્રણ બાળકો છે.

શાહરૂખ ખાન અને ગોરી ખાનના બાળકોના નામ આર્યન, સુહાના, અબ્રામ ખાન છે. જેમાંથી સુહાના ખાન ટુંક સમયમાં ફિલ્મ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરશે.

શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ બાદ ફિલ્મ 'પઠાણ'થી કમબેક કરી રહ્યો છે. જેને લઇને માહિતી મળી છે કે આ ફિલ્મ માટે શાહરૂખ ખાને 100 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. શાહરૂખ ખાન કુલ 66142 કરોડની સંપત્તિનો માલિક છે. 

શાહરૂખ ખાન એક મહિનામાં લગભગ 12 કરોડથી વધુ કમાઇ લે છે. આ સાથે તેની વાર્ષિક આવક 240 કરોડ આસપાસ થાય છે.

શાહરૂખ ખાન મોંઘી ગાડીઓનો શોખ ધરાવે છે. તેની પાસે  Bugatti Veyron, BMW 7Series Car, BMW 6 Series, Mitsubishi pajero, Audi A6, Land Cruiser, Rolls Royce Drophead Coupé જેવી ગાડીઓ છે.

આ સિવાય શાહરૂખ પાસે દુબઇમાં આલિશાન વિલા પણ છે. મુંબઇમાં શાહરૂખના મન્નત બંગલાની કિંમત લગભગ 200 કરોડ છે.