ચર્ચિત લીડિંગ મેગેઝીનમાંના એક Empireએ અત્યાર સુધીના 50 સર્વશ્રેષ્ઠ અને પૉપ્યુલર એક્ટર્સની એક યાદી જાહેર કરી છે.
શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ 'પઠાણ'ને લઇને વિવાદોમાં ઘેરાયલો છે. તેની આ ફિલ્મને ઘણા રાજ્યોમાં બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.
તમને જણાવી દઇએ કે ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ વિવાદ વચ્ચે શાહરૂખ ખાને એક માત્ર ભારતીય સ્ટાર તરીકે વિશ્ભરમાં ચર્ચિત મેગેઝિનમાં સ્થાન પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યું છે.
મેગેઝિન દ્વારા ફેબ્રુઆરી 2023ની આવૃતિ તૈયાર કરવા માટે તેના વાચકોને તેમના મનપસંદ કલાકારો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે.