Nov 12, 2024
શર્વરી વાઘ તેની હોરર હિટ ફિલ્મ મુંજયા બાદ બોલીવુડમાં જાણીતી એકટ્રેસની લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે.
શર્વરી વાઘ તેની એકટિંગ સાથે તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના યુનિક આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે.અહીં તેના કેટલાક લહેંગામાં ટ્રેડિશનલ લુક શેર કર્યા છે વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે.
શર્વરી વાઘએ બ્લ્યુ, ગ્રીન અને ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો છે જેમાં ચોળીમાં લોન્ગ ગોલ્ડન ડિઝાઈનર બોર્ડર જોવા મળે છે અને મેચિંગ ગોલ્ડન દુપટ્ટા પસંદ કર્યો છે.
શર્વરી વાઘના બ્લાઉઝની વાત કરીયે તો તેણે ડીપ નેકલાઇન અને હાફ પફી સ્લીવ વાળો મેચિંગ ડિઝાઈનર ગોલ્ડન બ્લાઉઝ પસંદ કર્યો છે જેમાં સ્લીવમાં ખાસ શાઈની ગોલ્ડન લુક જોવા મળે છે.
શર્વરી વાઘએ આ હેવી લહેંગા સાથે મિનિમલિસ્ટિક લુક માટે માત્ર ગોલ્ડન સ્ટડ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. જે યુનિક ટચ આપે છે.
શર્વરી વાઘના મેકઅપની વાત કરીયે તો તેણે નેચરલ લુક માટે મિનિમલિસ્ટિક લુક પસંદ કર્યો છે જેમાં તેણે આઈશેડો, મસ્કરા, ન્યૂડ લિપસ્ટિક, કાજલ, હાઈલાઈટર અને ગાલ પર બ્લશ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
હેરસ્ટાઇલ વાત કરીયે તો તેણે કોઈ કોંપ્લેક્ષ હેરસ્ટાઇલ પસંદ ન કરતા સિમ્પલ ઓપન હેરસ્ટાઇલ પસંદ કરી છે જે તેને રોયલ લુક આપે છે.