Shraddha Kapoor : શું શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં લગ્ન કરશે ? અભિનેત્રી લેખક સાથે સંબંધમાં હોવાની ચર્ચા
Shivani Chauhan
શ્રદ્ધા કપૂર આ જનરેશનની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેની એકટિંગ સિવાય, અસંખ્ય યુવાનઓ અભિનેત્રીની સ્માઈલ અને પર્સનાલિટીના પ્રેમમાં પડે છે.
ફિલ્મો સિવાય શ્રદ્ધા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તાજેતરમાં, તેણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેનું કેપ્શન એક અલગ ચર્ચામાં ફેરવાઈ ગયું છે.
હાલમાં બોલિવૂડમાં ઘણી હસ્તીઓ લગ્ન કરી રહી છે અને તેમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. શ્રદ્ધા તેની નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં છે.
આ ફોટામાં શ્રદ્ધાએ સુંદર સફેદ નેટ વાળો પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ એકદમ સિમ્પલ લુકમાં શ્રદ્ધા ખૂબ જ સ્વીટ લાગી રહી છે.
અભિનેત્રીએ ખૂબ જ ઓછો મેક-અપ કરે છે, તેથી તેની સાચી સુંદરતા આ ફોટામાં જોઈ શકાય છે.