એકટ્રેસ શ્રદ્ધા કપૂરને ઓળખાણની જરૂર નથી, તે બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે.
તેની તાજતેરની ફિલ્મ સ્ત્રી 2 ને લઈને એકટ્રેસ ખુબજ ચર્ચામાં છે, તેણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, હોરર કોમેડીએ બોક્સ ઓફિસ પર 600 કરોડ ની કમાણી કરીને બ્લોકબસ્ટર સાબિત થઇ છે.
તે ભાગ્યે જ તેના અંગત જીવન વિશે વાત કરે છે, જોકે થોડા મહિનાઓથી રાહુલ મોદીને ડેટ કરવાની અફવાઓ હતી. તાજતેરના એક ઇન્ટરવ્યૂમાં એકટ્રેસે તેના પાર્ટનરનું નામ ન લેતા શેર કર્યું કે 'તેને તેના જીવનસાથી સાથે સમય પસાર કરવો ગમે છે'
તાજતેરમાં એકટ્રેસે તેના સોશિયલ મીડિયા પર કેટલા વેડિંગ આઉટફિટમાં ફોટોઝ શેર કર્યા છે, જે ફેસ્ટિવલ અથવા વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે.
શ્રદ્ધા કપૂરના પેસ્ટલ પીચ કલરના વેડિંગ લહેંગાની વાત કરીયે તો એમાં સિલ્ક ફેબ્રિકના આ લહેંગામાં એમ્બ્રોડરી અને રેડ સ્ટોનનું ભરતકામ જોવા મળે છે, ચોલીની પેટર્ન બોટમમાં કટ વાળી છે, આમ મેચિંગ ડીપ વી શેપ્ડ બ્લાઉઝ અને મેચિંગ ડિઝાઈનર દુપટ્ટા જોવા મળે છે.
શ્રદ્ધા કપૂરનએ રાઉન્ડ શેપમાં રેડ ડાયમન્ડનો હેવી નેકલેસ પહેર્યો છે જેના પર મેચિંગ લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે, આ સિવાય એકટ્રેસ વધારાની જવેલરી પહેરી નથી.
શ્રદ્ધા કપૂર સ્કિન પ્રમાણે મિનિમલમેકઅપ કર્યો છે, જયારે આંખમાં કાજલ, આઈ લાઈનર, મસ્કરા અને લાઈટ પેસ્ટલ કલરમાં આઈશેડો અને ગ્લોસી પિન્ક લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.હેર સ્ટાઇલની વાત કરીયે તો ઓપન હેરમાં કર્લી હેરસ્ટાઇલ કરી છે.