શ્રદ્ધા કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસમાંથી એક છે, તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં તેની તાજતેરની સ્ત્રી 2 દર્શકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે.
શ્રદ્ધા કપૂર તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, તાજતેરમાં એકટ્રેસે વેસ્ટર્ન લુકના ફોટોઝ શેર કર્યા છે, જે અદભુત છે.
શ્રદ્ધા કપૂર તાજતેરમાં બ્લેક એન્ડ વાઈટ વનપીસમાં જોવા મળી છે, જેમાં બન્ને કલરના લેયર છેડા પર જોવા મળે છે, જે 3-4 લેન્થમાં જોવા મળે છે.
શ્રદ્ધા કપૂરએ આ ખાસ વેસ્ટર્ન લુકમાં બોટમમાં ટ્રાન્સપરન્ટ સ્ટોકીંન્ગ પણ પસંદ કરી છે, તેણે ફૂટવેરમાં બ્લેક ટો પોઇન્ટેડ મોજડી પસંદ કરી છે.
શ્રદ્ધા કપૂરએ આ લુકમાં મિનિમલિસ્ટિક મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જેમાં તેણે ગ્રે કલરમાં આઈશેડો, પ્રોપર આઈબ્રોઝ, કેરેટ રેડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.
શ્રદ્ધા કપૂરએ આ લુકમાં કર્લી ઓપન હેરસ્ટાઇલ કરી છે જેથી તે એલિગન્ટ ટચ આપે છે.