વેલેન્ટાઈન ડેના અવસર પર ન્યૂલી વેડ્સ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ફોટો શેર કર્યા છે.
તસવીરોમાં કપલની ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે.
7 ફેબ્રુઆરી, 2023ના રોજ સિદ્ધાર્થ-કિયારા લગ્નના બંધનમાં બંધાયા. હાલમાં જ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. હવે આ કપલે ફેન્સ માટે પોતાના નવા ફોટા શેર કર્યા છે.
ફોટામાં તેઓ એકબીજાને પ્રેમથી જોતા જોવા મળે છે. બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
કિયારા સિલ્વર અને યલો લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો બીજી તરફ સિદ્ધાર્થ પણ પીળા કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
કિયારાએ સિદ્ધાર્થ સાથે અલગ-અલગ પોઝમાં ફોટો શેર કર્યા છે. ફોટા જોઈને ફેન્સ પણ વખાણ કરતા થાકતા નથી. ચાહકો આ ફોટાની રાહ જોઈ રહ્યા હતા. લગ્ન બાદ આ કપલે વધુ ફોટો શેર કર્યા નથી.