તસવીરોમાં કપલ ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. સિદ્ધાર્થ બ્લેક અને ગોલ્ડન શેરવાનીમાં રૉયલ લાગી રહ્યો છે અને કિયારા પણ ગોલ્ડન લહેંગામાં કોઈ પરીથી ઓછી નથી લાગતી.
કિયારાના આ સુંદર લહેંગાને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ બનાવ્યા હતાં. કિયારાએ ફોટો શેર કર્યા બાદ હવે મનીષની ટીમે પણ કિયારાના આ લુકને લઈને પોતાની ખુલાસો કર્યો છે.
ફ્રી પ્રેસ જર્નલને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડિઝાઇનરની ટીમે જણાવ્યુ હતું કે, "કિયારાએ સંગીતમાં જે ડ્રેસ પહેર્યો હતો તેને તૈયાર કરવામાં 4,000 કલાક લાગ્યા હતાં જેમાં 98,000 સ્પાર્કલિંગ સ્વારોસ્કી ક્રિસ્ટલ હતાં."

કપલના લગ્ન 7 ફેબ્રુઆરી 2023એ રાજસ્થાનના જેસલમેરના 'સૂર્યગઢ પેલેસ'માં થઈ હતી. આ કપલના લગ્નની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.