Jan 23, 2025
અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) તેની ફિલ્મ 'સ્કાય ફોર્સ (Sky Force) માં જોવા મળશે. અક્ષયની આ ફિલ્મને લઈને ઘણી જગ્યાએ પ્રમોશન ચાલી રહ્યું છે. એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર પણ કરી છે.
અક્ષય કુમાર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અત્યાર સુધી તે 150 થી વધુ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે. આવી સ્ટોરીમાં મોટી શક્તિ હોય છે.
તેણે કહ્યું કે એરફોર્સનો યુનિફોર્મ પહેરવો ખૂબ જ અતુલ્ય છે. ગર્વ પણ અનુભવું છું. સ્કાય ફોર્સ એ સન્માન, હિંમત અને દેશભક્તિની સ્ટોરી છે. આ જોવું જ જોઈએ.
નિર્દેશન અભિષેક, અનિલ કપૂર અને સંદીપ કેવલાનીએ કર્યું છે. સ્કાય ફોર્સ એ 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના વળતા એટેકની સ્ટોરી છે.
નિર્દેશન અભિષેક, અનિલ કપૂર અને સંદીપ કેવલાનીએ કર્યું છે. સ્કાય ફોર્સ એ 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના વળતા એટેકની સ્ટોરી છે.
સ્કાય ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં નિમરત કૌર અને સારા અલી ખાન પણ જોવા મળશે.
દેવા ફિલ્મની ટક્કર સ્કાય ફોર્સ ફિલ્મ સાથે થશે, જે 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. જે 100 કરોડના ક્લબમાં સામેલ થઇ શકે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અક્ષય કુમાર, વીર પહાડિયાની ફિલ્મ સ્કાય ફોર્સના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. તેમની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ પણ ફિલ્મ જોઈ હતી.