Sonakshi Sinha : સોનાક્ષી સિંહાએ લગ્ન પહેલા બેચરલ પાર્ટીની અનોખી ઉજવણી કરી, જુઓ ફોટા
Sonakshi Sinha : સોનાક્ષી સિંહાએ લગ્ન પહેલા બેચરલ પાર્ટીની અનોખી ઉજવણી કરી
સોનાક્ષી પાર્ટીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેમાં તેની ફ્રેન્ડમાં ડબલ XL કો-સ્ટાર હુમા કુરેશી ઉપસ્થિત હતી. ફોટામાં, સોનાક્ષી તેની ગર્લ ગેંગ સાથે જોવા મળે છે.
એક સ્નેપશોટ સાથે તે હુમા સાથે પોઝ આપી રહી છે. પાર્ટી સ્થળને સોનેરી, સફેદ અને ચાંદીના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું,
સોનાક્ષી બ્લેક સિક્વિન ડ્રેસમાં અદભૂત લાગી રહી હતી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સોલો ફોટો કેપ્શન સાથે તારીખ પણ લખી હતી, “17.06.2024”.
આ દરમિયાન ઝહીર પણ તેના નજીકના મિત્રો સાથે નાઈટ આઉટ માણતો જોવા મળ્યો હતો. તેણે ઉજવણીના ફોટા શેર કર્યા, અભિનેતા સાકિબ સલીમ, હુમા કુરેશીના ભાઈ, તેની સાથે સેલિબ્રેશનમાં જોડાયા હતા.
સોનાક્ષી અને ઝહીરના લગ્ન વિશેની અફવાઓ સોશિયલ મીડિયા પર લીક થયા બાદ તેમના લગ્નનું આમંત્રણ ખુબજ વાયરલ થયું હતું.
સોનાક્ષીના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો પ્રોફેશનલ મોરચે સોનાક્ષી છેલ્લે સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં વેબ સિરીઝમાં જોવા મળી હતી.
Kartik Aaryan Diet : કાર્તિક આર્યનએ એક વર્ષ સુધી સ્વીટ ખાધી નહિ, ડાયટમાં ખાંડ ન ખાવાના ફાયદા જાણો