સોનાક્ષી સિંહાનો રેડ શરારા આઉટફિટ ફિટમાં ગ્લેમરસ લુક

Dec 16, 2024, 03:55 PM

સોનાક્ષી સિંહા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, એકટિંગ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે.

તાજતેરમાં એકટ્રેસએ રેડ કલરના લુક સાથે ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જે ખુબજ એલિગન્ટ છે. જુઓ એકટ્રેસનો તાજતેરનો લુક

સોનાક્ષી સિંહા ફેશન

સોનાક્ષી સિંહા તાજતેરમાં રેડ અને બિસ્કિટ કલરમાં શરારા આઉટફિટ પસંદ કર્યું છે જેમાં તેની કુર્તીમાં ગોલ્ડન વર્ક ડિઝાઇન, વી નેકલાઇન જોવા મળે છે.

સોનાક્ષી સિંહા ફેશન

સોનાક્ષી સિંહાના આઉટફિટમાં શરારા બોટમમાં ગોલ્ડન લોન્ગ બોર્ડર જોવા મળે છે, આ ડ્રેસ પર મેચિંગ કુર્તી જેવો બાંધણીનો દુપ્પટો જોવા મળે છે.

સોનાક્ષી સિંહા જ્વેલરી

સોનાક્ષી સિંહાએ આ લુકમાં જવેલરીની વાત કરીયે તો તેણે લોન્ગ હેવી પર્લ મોટી અને સિલ્વર ડિઝાઇન વાળી ઈયરિંગ્સ પસંદ કરી છે.

સોનાક્ષી સિંહા મેકઅપ & હેરસ્ટાઇલ

સોનાક્ષી સિંહાના મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ, મિનિમલિસ્ટિક લુક માટે નેચરલ મેકઅપ કર્યો છે. હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે બન કે અન્ય કોઈ કોમ્પ્લેક્સ હેરસ્ટાઇલને બદલે યૂનિક કર્લી ઓપન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કરો છે.