Jun 24, 2024
સોનાક્ષી સિંહા એ ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેસેજ કર્યા છે. આ મેરેજમાં બોલીવુડ સેલિબ્રિટથી લઇ ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે બહુ ખાસ અંદાજમાં લગ્ન કર્યા છે. આ સેલિબ્રિટ મેરેજના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે રજિસ્ટર્ડ મેરેજ અને રિસેપ્શન માટે અલગ અલગ આઉટફિટ પસંદ કર્યા હતા. સોનાક્ષી સિંહાએ રિસેપ્શન માટે પહેરેલી રેડ સાડીના ચારે બાજુ વખાણ થઇ રહ્યા છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે રજિસ્ટર્ડ મેરેજ માટે સફેદ આઉટફિટ પસંદ કર્યા હતા. સોનાક્ષી સિંહાએ સુંદર કલરની આઈવરી સાડી પહેરી હતી. આ સાડી 44 વર્ષ જૂની હોવાનું છે, જે સોનાક્ષીની માતા પૂનમ સિંહાએ પોતાના લગ્નમાં પહેરી હતી. આ લૂકને કમ્પ્લેટ કરવા ડાયમંડ નેકલેસ, ઇયર રિંગ અને બંગડીઓ પહેરી હતી.
સોનાક્ષી સિંહાએ વ્હાઇટ લુક આઉટફીટ અને જ્વેલરી સાથે મેચિંગ હેર સ્ટાઇલ પર કરી હતી, જેમા બન હેરસ્ટાઇલ સાથે વ્હાઇટ ફ્લાવર ગજરોમાં સોનાક્ષી સુંદરતા લાગતી હતી.
ઝહીર ઈકબાલ સફેદ કુર્તામાં કુલ લાગતો હતો. ઝહીરે સફેદ કુર્તા પાયજામા સાથે ગોલ્ડન વોચ પહેરી હતી. આ ન્યુ બોલિવુડ કપલને પર ચાહકોએ લગ્નજીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે.
સોનાક્ષી સિંહા એ રિસેપ્શન માટે ગોલ્ડન બોર્ડરવાળી લાલ રંગની ચાંદ બુટા બનારસી સાડી પહેરી હતી. આ સાડીની કિંમત 80000 રૂપિયા હોવાનું કહેવાય છે.
સોનાક્ષીએ કુંદન જ્વેલરી અને લાલ રંગની બંગડી સાથે બ્રાન્ડલ લુક કમ્પલીટ કર્યો હતો. માથામાં સિંદૂર અને ગજરા સાથે બન હેર સ્ટાઇલ કેરી હતી.
ઝહીર ઈકબાલે રિસેપ્શન માટે વ્હાઇટ શેરવાની અને મેચિંગ પેન્ટ સાથે લેધર બુટ પહેર્યા હતા.
મેરેજ રિસેપ્શન દરમિયાન ન્યુ મેરિડ કપેલ 4 લેયર કેક કટિંગ કરી હતી. આ યાદગાર ક્ષણ વખતે કપલે આફરી આફરી સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.
દુલ્હન સોનાક્ષી સિંહાના લગ્નમાં તેના માતાપિતા પણ ખાસ લુકમાં જોવા મળ્યા હતા. શત્રુધ્ન સિંહા એ બ્લુ કલરના કુર્તા ધોતી સાથે યુનિક લુક કેરી કર્યો હતો. તો માતા પૂનમ સિંહા એ ગોલ્ડન અને ઓફ પિંક કલરનો સરારા પહેર્યો હતો.
પુત્ર ઝહીર ઈકબાલના લગ્નમાં તેના માતા પિતા પણ વ્હાઇટ ગોલ્ડન મેરેજ સુટમાં જોવા મળ્યા હતા. ઝહીરના પિતા રત્નશી ઈકબાલ બિઝનેસમેન છે.